કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયાએ પાલિકા કમિશનરને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ રિઝર્વ પ્લોટ માં પાલિકા તંત્ર દ્વારા બિલ્ડીંગ વેસ્ટ, ગાર્ડન વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવે છે.સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાય તેવી ભીતિ રહેલી છે. પર્યાવરણને પણ તેના કારણે નુકસાન પહોંચે તેવી શક્યતા રહેલી છે. જેથી તાત્કાલિક સાયન્ટિફિક રીતે તેનો નિકાલ થવો જોઈએ.