તા 3 ડિસેમ્બરની રાતે ફરિયાદી ઈમ્તિયાઝ મિયા સિંધી નાનીવાડા ગામે વાડામાં બકરા બાંધીને મોડી રાતે ઘરે આવ્યા હતા સવારે 22 પૈકી 18 બકરા ચોરી થયાની જાણ થતાં તપાસ કરી હતી પણ બકરા ન મળી આવતા અંતે ખેરાલુ પોલીસમાં 18 બકરા કુલ કિંમત 1 લાખ 98 હજાર કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ આપી છે.