કામરેજ: કરજણ નજીક કેમિકલ વાળા પાણીથી લોકો પરેશાન.
Kamrej, Surat | Sep 19, 2025 ઘલા પાટિયાથી કરજણ નજીક આવેલી ટોકર ખાડીમાં છોડાતું હતું કેમિકલ યુક્ત પાણી, બહારથી લાવેલો પ્લાસ્ટીક વેસ્ટ ધોઈ તેમાંથી દાણા બનાવતી કંપની દ્વારા હિંદવા પાર્ક વાળી ડ્રેનેજ મારફતે કોઈ પણ ટ્રીટમેન્ટ વગર જ કેમિકલ મિશ્રિત પાણી સીધું ખાડીમાં છોડી દેવાતું હતુ. જે ખાડીમાં ભળેલું કેમિકલ યુક્ત પાણી સીધું તાપી નદીમાં મિક્ષ થઈ જતું.તાપી નદી ગાય પગલા ખાતે આવેલી પાણી પૂરું પાડતી યોજના સુરત જીલ્લાના અનેક વિધ ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે.