કઠલાલ: કાકરખાડ ખાતે નવીન માધ્યમિક શાળા નું લોકાર્પણ પુર્વ કેન્દ્રીય રાજય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ ના હસ્તે કરાયુ
Kathlal, Kheda | Apr 22, 2025 કઠલાલના કાકરખાડ ખાતે તૈયાર થયેલ નવીન માધ્યમિક શાળા નું લોકાર્પણ પુર્વ કેન્દ્રીય રાજય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ.સાથે જ ૮૫.૫૬ લાખના ખર્ચે નવનિર્મિત થનાર પશુ દવાખાના નું ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ,કારોબારી ચેરમેન શ્રવણસિંહ ડાભી,તાલુકા પંચાયત સદસ્યો તેમજ સંગઠન પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.