ધોળકા: ધોળકા ખાતે સુન્ની મુસ્લિમ પાનારા ( જુલાયા ) જમાત દ્વારા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરાયું
તા. 13/10/2025 ના રોજ સાંજે પાંચ વાગે ધોળકા ખાતે મોમીન જમાતખાનામા સુન્ની મુસ્લિમ પાનારા ( જુલાયા ) જમાત દ્વારા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ પ્રતિભાઓના સન્માન સમારોહ યોજાયો હતો. પ્રારંભ તિલાવતે કુરઆનથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જમાતના ચેરમેન મજીદભાઈ રંગવાલા, સેક્રેટરી આબીદભાઈ શેખ, ડો. રોઝમીના શેખ ( ચાંદીવાલા ),, પૂર્વ મ્યુ. કાઉન્સિલર વહીદાબેન પાનારા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પંજ પરવેઝ સરે કરેલું.