તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા ગામ નજીક આજે વહેલી સવારના સુમારે પૂરપાટ ઝડપે જતી એક સ્વિફટ કાર આગળ જતી ટ્રકની પાછળ ઘુસી જતા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.