મહેસાણા: MMCની કડક કાર્યવાહીની ચીમકી, પાંચ દિવસમાં 208 ગેરકાયદેસર ગટર જોડાણ નિયમિત, MMCને 4.16 લાખની આવક
મહેસાણા મહાનગરપાલિકા ગેરકાયદે ભૂગર્ભ ગટર જોડાણ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે આ ચીમકીના પગલે માત્ર પાંચ દિવસમાં 208 લોકો એ દંડ અને જોગવાઈ માટેનો જે ચાર્જ ભરીને પોતાની મિલકતનું ગટર જોડાણ નિયમિત કરાવ્યું છે જેના અનુસંધાને મહાનગરપાલિકાને પાંચ દિવસમાં 4.16 લાખની આવક થઈ છે.