16 મી નવેમ્બરે કાપોદ્રા સ્થિત ધારુકાવાળા કોલેજમાં ચાલુ કાર્યક્રમ દરમ્યાન 24 વર્ષીય યુવતી એકાએક સ્ટેજ પર ઢળી પડતા દોડધામ મચી ગઈ હતી.યુવતી સ્પીચ આપી રહી હતી.જે વેળાએ અચાનક ઢળી પડતા તાત્કાલિક ત્યાં હાજર લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ દોડ્યા હતા.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરતા પરિવારજનો.પર આભ તૂટી પડ્યું હતું. યુવતીના મોતના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.પોલીસે અકસ્માત નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.