મૂળ બિહારના હાલ તારાપુર કૃષ્ણનગરમાં રહેતા લલનકુમાર તેમજ સુધીરકુમાર મહેતા ચાલવા માટે તેમના ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન તેઓ ચાલતા-ચાલતા તારાપુર-ધર્મજ હાઈવે સ્થિત અમીન પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે રોડ ક્રોસ કરતા હતા. એ વેળાએ તારાપુર મોટી ચોકડીથી ધર્મજ તરફ આવી રહેલી કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો એકઠાં થયા હતા. બીજી તરફ તેમની સાથે રહેલા લોકોને પણ બોલાવી તુરંત જ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા