શહેર અને જિલ્લાના 143 પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં મહેસૂલ તલાટી ની પરીક્ષા સંપન્ન,સઘન ચેકીંગ વચ્ચે પ્રવેશ
Majura, Surat | Sep 14, 2025 રવિવારે રાજ્યના 1384 પરીક્ષા કેન્દ્રો પરથી મહેસૂલ તલાટી ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે પૈકી સુરતના 143 પરીક્ષા કેન્દ્રો નો સમાવેશ થાય છે.આ પરીક્ષા કેન્દ્રો પર શહેરના ત્રણ સ્ટ્રોંગ રૂમ પરથી પ્રશ્નપત્ર ની અલગ અલગ વાહનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા સેન્ટરો સુધી ફાળવણી કરવામાં આવી હતી.જેમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને સઘન ચેકીંગ વચ્ચે પ્રવેશ અપાયો હતો.જ્યાં 43 હજારથી વધુ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.