ખેરાલુ: વૃંદાવન ચોકડી પર રોડ બનાવવાનું શરૂં થતાં એક તરફ ડાયવર્ઝન અપાયું
ખેરાલુની વૃંદાવન ચોકડી પર પાલનપુર વડાલી રોડના કામને લઈને રસ્તો પહોળો કરાઈ રહ્યો હતો જેના પર હવે ડામર રોડ બનાવવાનું શરૂં કરી દેવામાં આવ્યું છે. રોડનું કામ શરૂ થતાં એક તરફ ડાયવર્ઝન અપાયું છે. રાતના સમયે ટ્રાફિક ઓછો હોવાથી અત્યારે કામ લેવાતા વાહન ચાલકોને ખાસ પરેશાની ઉઠાવવી નહી પડે. રસ્તો પહોળો થવાથી રોડની બન્ને બાજું થયેલા દબાણોનો પણ સફાયો થતો જોવા મળી રહ્યો છે.