દેત્રોજ રામપુરા: ટ્રકમાં 45 પાડા ભરીને કતલખાને લઈ જતા એક પાડાનું મોત,કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ
બોપલના વકીલ સાહેબ બ્રિજ પર 3 મહિના અગાઉ એક ટ્રકમાં 45 પાડાની ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવું રહ્યા હતા.એક વ્યક્તિને ટ્રક રોકતા ડ્રાઈવર ટ્રક મુકીને નાસી ગયો હતો.પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને તપાસ કરતા 45 પાડા ટ્રકમાં હતા જેમાંથી એકનું મોત થયું હતું. આ અંગે જે તે સમયે ફરિયાદ ન લેતા NGO દ્વારા કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ દ્વારા સરખેજ પોલીસને ફરિયાદનો આદેશ કરતા પોલીસે એનિમલ ક્રુઅલ્ટીની ફરિયાદ નોંધી છે.