સુબીર: ડાંગ જિલ્લા પંચાયત કચેરી ખાતે “રાષ્ટ્રીય પોષણ માહ” કાર્યક્રમની ઉજવણી અંગે બેઠક યોજાઇ
ડાંગ જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમમાં જુદી જુદી પ્રવૃતિઓનું ઉત્સાહપુર્વક આયોજન કરવા જિલ્લાના અમલીકરણ વિભાગો દ્વારા પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવામાં આવે તે ઇચ્છનીય છે તેમ, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ જણાવ્યું હતું.