સાયલા: સાયલામાં જ્યોતિ કળશ યાત્રાનું સ્વાગત કરાયું હરિદ્વારથી આવેલી યાત્રાનું લાલજી મહારાજ મંદિરમાં ભવ્ય આગમન
સાયલા હરિદ્વાર ગાયત્રીતીર્થ શાંતિકુંજથી નીકળેલી જ્યોતિ કળશ યાત્રાએ સાયલામાં પદાર્પણ કર્યું છે. આ યાત્રાનું લાલજી મહારાજ મંદિરના પટાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સમારોહમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા મહેન્દ્રભાઈ શર્મા, ગજાનંદભાઈ ત્રિવેદી અને વિનુભાઈ જાગણી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી સાયલાના સરપંચ અજયરાજસિંહ ઝાલા, ગુજરાતના જાણીતા કલાકાર બીરજુ બારોટ ઉપસ્થિત રહ્યાં હતા