અંજની ઈન્ડસ્ટ્રીઝના વિવર્સ અગ્રણીઓ જોડે ઝોન 5 ન અધિકારી રણવીરસિંહ ઝાલા ની બેઠક,કાર્યવાહીની આપી ખાતરી
Majura, Surat | Nov 2, 2025 સુરત સહિત જિલ્લાની વિવિધ વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોને નોકરી નહી કરવા અંગેની ગર્ભિત ધમકીઓ આપી સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરવામાં આવી રહ્યા છે.જેના કારણે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ભયનો માહોલ છે.જે પૈકી અમરોલી સ્થિત અંજની ઈન્ડસ્ટ્રીઝમાં પણ ભયનું વાતાવરણ ફેલાતા વિવર્સ અગ્રણીઓએ ડીસીપી ને રજૂવાત કરવામાં આવી હતી.જે રજુવાત બાદ ડીસીપી રણવીરસિંહ ઝાલાએ વિવર્સ અગ્રણીઓ જોડે બેઠક કરી કાર્યવાહીની ખાતરી આપી હતી.