વડોદરા પશ્ચિમ: સામાન્ય ઝઘડે યુવક ની હત્યા કરી દેવાઈ: અન્ય એક યુવક ગંભીર.
શહેરના સયાજીગંજ રેલવે લાઈન વિસ્તારમાં આવેલા મહારાજાનગર વિસ્તારમાં રાહુલ ખેડેગર નામના યુવકે સામાન્ય બાબતે અજય સાને ઉમર અને અન્ય એક યુવક પર લોખંડની કોશથી હુમલો કર્યો હતો.જેમાં અજયને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું કરૂણ મોત નિપજ્યું છે. આ બનાવને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અને સયાજી હોસ્પિટલમાં દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.