દાહોદ: જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દાહોદના મંત્રી કિરણસિંહ ચાવડાને અને પ્રમુખ તરીકે ગોધરાના નાથાભાઈ વણકરની વરણી કરાઈ
Dohad, Dahod | Nov 5, 2025 અનુસૂચિત જાતિ સૌરભ પ્રેરિત મધ્ય ગુજરાત અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ની રચના કરવામાં આવી જેમાં ગોધરાના નાથાભાઈ વણકર ને પ્રમુખ તરીકે દાહોદ જેસાવાડા ના કિરણસિંહ ચાવડાને મંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વડોદરાના સર્કિટ હાઉસ ખાતે મધ્ય ગુજરાતની બેઠક મળી હતી જેમાં વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, પંચમહાલ, મહીસાગર ,દાહોદ ,આણંદ, ખેડા એમ 8 જિલ્લાનો સમાવેશ થાય છે. આ આઠ જિલ્લા મધ્ય ગુજરાત તરીકે ઓળખાય છે.