17 સપ્ટેમ્બરે પશ્ચિમ વિધાનસભાના વેપારીઓ ડિસ્કાઉન્ટ દિવસ તરીકે મનાવશે, પીએમ મોદીના જન્મદિવસ ને લઈ જાહેરાત
Majura, Surat | Sep 15, 2025 17 સપ્ટેમ્બરે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ પશ્ચિમ વિધાનસભાના વેપારીઓ દ્વારા આ દિવસની ઉજવણી અનોખી રીતે કરવા નું નિર્ણય કર્યો છે. અઠવાલાઇન્સ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુનેશ મોદીએ જણાવ્યું હતું કે આ વખતે અલગ અલગ સેક્ટરના ધંધાકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યાપારીઓએ 17 સપ્ટેમ્બરે ડિસ્કાઉન્ટ દિવસ તરીકે મનાવવા નિર્ણય કર્યો છે.