મુળી પોલીસ મથકના સ્ટાફ દ્વારા બાતમીને આધારે દિગસર ગામઠી ખોડુ ગામ તરફ જવાના રોડ પર આવેલી શક્તિભાઇ મહીપતભાઇ સારલાની વાડી પર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરી ૨૮ લિટર દેશી દારૂ કિંમત ૫૬૦૦ રૂપિયા, ૧૦૦૦ લિટર દેશી દારૂનો આથો કિંમત ૨૫૦૦૦ રૂપિયા એક જનરેટર કિંમત ૨૦,૦૦૦ રૂપિયા એમ કુલ ૫૦૬૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ શક્તિભાઇ મહીપતભાઇ સારલા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.