ઉધના: સુરત: સેન્ટ્રલ ઝોનના નવસારી બજારમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા; પાંચ દિવસથી કચરાના ઢગલા, સ્થાનિકો પરેશાન
Udhna, Surat | Oct 29, 2025 સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે અનેક આયોજનો અને દાવાઓ કરવામાં આવતા હોવા છતાં, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નવસારી બજારની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીંની વિવિધ શેરીઓમાં છેલ્લા પાંચ દિવસથી ડોર-ટુ-ડોર કચરો કલેક્ટ કરતી ગાડીઓ ન આવતા, કચરાના મોટા ઢગલા જામી ગયા છે. મહાપાલિકાના આયોજનમાં આ આળસ સામે આવતા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે.