ભુજ: માધાપરમાં મારામારી બાબતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
Bhuj, Kutch | Nov 25, 2025 ભુજ તાલુકાના માધાપર ગામે કેવલ હોમ્સ સોસાયટીમાં મારામારી કરવામાં - આવી હતી. ફરિયાદી ઈન્દિરાબેન કિશોરગિરિ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આરોપી પ્રવીણગર ખીમગર ગોસ્વામીએ ફરિયાદીના ઘરમાં ઘૂસી ગાળો આપી માર મારી મોબાઈલ તોડી નાખી છરી વડે ઈજા પહોંચાડી હતી. શોભનાબેન પ્રવીણગર ગોસ્વામીએ ફરિયાદીના દીકરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. માહિતી રાત્રે 8 કલાકે પ્રાપ્ત થયેલ છે.