ભટાર ની પ્રિ શાળાના સંચાલકોની ગંભીર બેદરકારીનો આક્ષેપ,શાળામાંથી અઢી વર્ષનું બાળક રોડ સુધી પોહચી ગયું છતાં અજાણ
Majura, Surat | Sep 16, 2025 ભટાર સ્વામી વિવેકાનંદ સામે આવેલી કિડઝ વર્લ્ડ પ્રિ સ્કૂલ ના સંચાલકોની બેદરકારીના ગંભીર આક્ષેપ થયા છે.વાલીએ આક્ષેપ કર્યા છે કે શાળામાંથી માસૂમ અઢી વર્ષનું બાળક નીચે ઉતરી રોડ સુધી ચાલ્યું ગયા છતાં શાળા સંચાલકો અને શિક્ષકો અજાણ છે.સ્થાનિક લોકો દ્વારા બાળકને સુરક્ષિત રોડ પરથી દુકાનના ઓટલા પર લાવી જાણ કરી હતી.જે બાદ સ્થળ પર આવી શાળા સંચાલકોનો વાલી દ્વારા ઉઘડો લીધો હતો.જો કે શાળામાંથી અઢી વર્ષનું બાળક નીચે ઉતરી ગયા હોવાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો.