ગોધરા તાલુકાના કાંકણપુર ગામ નજીક મહિયો નદી પાસે મગરના વિહારના વીડિયો વાયરલ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ નદી પરના બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન લગભગ 3 ફૂટનું મગરનું બચ્ચું રોડ પર ફરતું બાઇકચાલકે કેમેરામાં કેદ કર્યું હતું, જ્યારે નજીકની નદીની ટેકરી પર બેઠેલ વિશાળ મગરનો વીડિયો પણ સ્થાનિકે ઉતાર્યો હતો. બંને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે અત્યાર સુધી મગરોથી કોઈ જાનહાનિ કે પશુનુ નુકસા