દેસાઈવાડના શ્રી વલ્લભ ચોક ખાતે છેલ્લા 40 વર્ષથી અવિરતપણે રામરોટીની સેવા ચાલે છે. જેમાં અગાઉ દર શુક્રવારે ભૂખ્યાઓને ભોજન કરાવાતું હતું અને સાથે સાથે મકરસંક્રાંતિના પાવન પર્વે હજારો લોકો વલ્લભ ચોક પરિવાર દ્વારા આયોજિત થતી રામરોટીનો લાભ મેળવે છે. વલ્લભ ચોક ખાતે આ સિવાય છેલ્લા 40 વર્ષથી ગણેશ ઉત્સવનું પણ ભવ્ય આયોજન થાય છે તો સાથે સાથે વસ્ત્રોનું દાન પણ "સર્વ ધર્મ સમભાવ"ના ન્યાયે કરવામાં આવે છે.