સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે ગઇકાલે 9 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી નવી ટાંકી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે. સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક ઇજનેર| રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ અને વળતરની માંગ કરી છે.