ખેડા જિલ્લા કલેકટર દ્વારા યાત્રાધામ ડાકોર ની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ડાકોર નગરમાં સ્વચ્છતાના અભાવના કારણે તથા અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણોના કારણે કલેક્ટરે અધિકારીઓની આડેહાથ લીધા હતા. જે બાદ સોમવારે રાત્રે જેસીબી ની મદદ થી ડાકોર મંદિર તથા આસપાસના 70 થી વધુ કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા. દબાણ દૂર થતા જ ડાકોર નગરનું નવું જ સ્વરૂપ જોવા મળ્યું હતું.