દાહોદ: દાહોદ તાલુકાના ખરેડી ગામની ખાન નદીના વહેતા પાણી તરતી 40 વર્ષીય અજાણ્યા ઈસમની લાસ મળી આવી
Dohad, Dahod | Sep 22, 2025 દાહોદ રૂલર પોલીસ સ્ટેશન વિસ્તારના ખરેડી ગામના એરિગેશન પ્લાન્ટ ની બાજુમા ખાન નદીમા કોઈ અજાણ્યા ઈસમની લાસ પાણીમા તરતી હોવાનું ત્યાંથી અવર જવર કરતા ગ્રામ જનોએ જોતા તેઓએ દાહોદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો.કોઈ અજાણ્યા ઈસમની લાસ મૃત અવસ્થામાં પાણી નદીમા તરતી હોવાની જાણ થતાજ પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી ખાન નદીના વહેતા પાણી માંથી લાસને બહાર કાઢવા માટે ફાયર વિભાગ ની ટિમને જાણ કરી હતી.ફાયર વિભાગની મદદથી લાસને પાણી માંથી બહાર કાઢવામાં આવી.