જૂનાગઢ: સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના અવસરે યોજાનાર પદયાત્રાના આયોજનને લઇ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીના અવસરે યોજાનાર "યુનિટી માર્ચ" એક ભારત આત્મનિર્ભર ભારત પદયાત્રાના આયોજન બાબતે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી યાત્રાના સુચારૂ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.