માણાવદર તાલુકાના બાંટવા શહેરમાં હજરત હુસેન શાહ વલી રહેમતુલ્લાહ અલૈહના ઉર્ષ મુબારક નિમિત્તે ભવ્ય જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉર્ષ મુબારકમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. જલસામાં પ્રખ્યાત ઉલેમા-એ-દિનોએ દિનની તાળીમ, સુફી વિચારધારા અને શાંતિ-સદભાવના અંગે મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યાં હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દૂઆઓ, નાત-શરીફ અને ઝિક્ર-અઝકારથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.