હળવદ તાલુકાના ચરાડવા ગામના સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી આશ્રમ દ્વારા આયોજીત 'સંકલ્પ સિદ્ધ' પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જે અંતર્ગત દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધ્વજાજી અર્પણ કરવામાં આવ્યા છે. આ પદયાત્રા બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુવર્ય શ્રી દયાનંદગીરી બાપુની દ્વારકા દર્શન અને ધ્વજા ચઢાવવાની ભાવનાને સાર્થક કરવા માટે યોજાઈ હતી...