પી જી વી સી એલ વિભાગીય કચેરી કેશોદ દ્વારા રાષ્ટ્રીય ગાન વંદે માતરમ્ ની 150 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. જેમાં વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર પી.આર. દુલેરા તેમજ અલગ અલગ કચેરીના નાયબ ઇજનેર તેમજ અધિકારી ગણ અને મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલા હતા. જેમાં વંદે માતરમ્ ગાન સમૂહમાં ગાવા માં આવેલ ત્યારબાદ સ્વદેશી અંગેની શપથ લઈ સૌ છુટા પડ્યા હતા.