જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જામનગરમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત ત્રી-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો. એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, જે.એમ.સી.ગ્રાઉન્ડમાં તા.૨૨-૨૩-૨૪ ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ ૧૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેની મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.