📢 સાવલી – ભાટપુરા – તાડિયાપુરા રોડ વિકાસ કાર્યનો ખાતમુહૂર્ત સાવલી તાલુકાના સાવલી–ભાટપુરા–તાડિયાપુરા માર્ગની બિસ્માર હાલતને લઈને ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીઓને આજે અંતે રાહત મળી છે. રજૂઆત બાદ સરકારશ્રીએ 4 કિમી લાંબા અને 3.75 મીટર પહોળા માર્ગના વાઈડનિંગ અને રીસર્ફેસિંગ માટે રૂ. 142.33 લાખની મંજૂરી આપેલી. આજરોજ તાલુકા પંચાયત સભ્યો, ભાજપ પદાધિકારીઓ, સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં ડામર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ