સંજેલી: તાલુકા પંચાયત સંજેલી ખાતે સેવા પખવાડિયા હેઠળ ધારાસભ્ય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Sanjeli, Dahod | Sep 22, 2025 આજે તારીખ 22/09/2025 સોમવારના રોજ સાંજે 6 કલાકે સંજેલી તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ અરુણાભેન,ભાજપા પ્રમુખ સુરેશભાઇ તથા એપીએમસી ચેરમેન જગુભાઇ બામણીયા, જિલ્લા પંચાયત સભ્ય રમેશ બારિયા સહિત તાલુકા પંચાયતના સભ્યો,સરપંચ મિત્રો, ભાજપના હોદ્દેદારો તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.