ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા અને આપ નેતા નિરંજન વસાવાએ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યપાલને વિરોધ પત્ર પાઠવ્યું
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ બોટાદના ખેડૂતોના સમર્થનમાં આવી ગયા છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા વિરોધ કરી રહી છે. આજે સવારથી તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જિલ્લા કલેક્ટરના દ્વારા ગુજરાતના રાજ્યપાલને વિરોધ પત્ર પાઠવી રહી છે