જાંબુઘોડાના જૂના ચોરા ફળીયામાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને ગ્રામ પંચાયતની માલિકીની જમીન પર થયેલા ગેરકાયદે દબાણને આજે ગુરુવારે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું છે.કોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે નીલકંઠેશ્વર મહાદેવની મિલકત અને પંચાયતના બગીચા વાળી જગ્યા પર સ્થાનિક રહીશ ગોરી ઈમામ મિયા અહેમદ મિયાંના પરિવાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું