શનિવારના 9:00 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ આજરોજ પારડી નેશનલ હાઇવે નંબર 48 મોતીવાડા હાઇવે પર તંત્ર દ્વારા ગામમાં રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી,જોકે ત્યાંથી પસાર થતાં રાહદારીઓને સ્થાનિકો અજંબામાં પડી ગયા હતા. કારણકે તંત્ર દ્વારા આ ડામર રસ્તો બનાવવાની કામગીરી વરસાદ વચ્ચે થઈ રહી હતી. ત્યારે લોક મુખે ચર્ચા ઉઠી કે તંત્ર બુદ્ધિનો પ્રદર્શન કરી રહી હોય તેવું નજરે પડી રહ્યું છે.