બાયડ: બાયડના વાસણી થી માથાસુરીયા વચ્ચે માજુમ નદી પર બનેલ નવીન કોઝવે તૂટી જતા કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીની વીડિયો થયો વાયરલ
બાયડ તાલુકાના વાસણી ગામથી માથાસુરિયાને જોડતા રોડ માટે ઘણા પ્રયત્નો અને રજૂઆતો બાદ કામ શરૂ કરવામાં આવેલ જેમાં માજુમ નદી પર નવીન કોઝવે બનાવવામાં આવેલ જે તૂટી જતા કોન્ટ્રાક્ટરની બેદરકારીની પોલ ખોલી નાખી છે આ કોઝવે તૂટી જતા પટેલ મુકેશભાઈ ભુલાભાઈ ના ખેતરનું ધોવાણ થતા મોટું નુકસાન થવા પામ્યું છે આ બાબતે કોન્ટ્રાક્ટર સામે પગલો લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી છે જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો