મણિનગર: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ભવન્સ કોલેજ ખાતે લો કોલેજનું ઉદ્ઘાટન કરાયું
આજે ગુરુવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાનપુર ખાતે આવેલી ભવન્સ કોલેજમાં લો કોલેજનું ઉદ્ઘાટન કરાયું હતુ. કાર્યક્રમમાં ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ, મેયર પ્રતિભા જૈન સહિતના હાજર રહ્યા હતા.