ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાં અજાણ્યા ઇસમોએ માંસ ભરેલા થેલા નાખ્યાની ઘટના સામે આવી હતી. માહિતી મળતાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. પરીક્ષણ માટે મોકલાયેલા માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું પુરવાર થયું છે. આરોપીઓએ તળાવ તથા વોટર વર્કસની ટાંકીમાં ગૌમાંસ નાખીને પાણી દુષિત કર્યાનું તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યાનું સામે આવ્યું છે. પોલીસે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શર