વાપી: વાપી હાઇવે પર કારમાંથી ઉલ્ટી કરવા બહાર ઉતરતા યુવકનું અકસ્માતમાં મોત
Vapi, Valsad | Oct 7, 2025 મુંબઇથી રાજકોટ જવા નીકળેલા યુવકને વાપીમાં અકસ્માત નડ્યો હતો. અચાનક હાઇવે પર ગાડી ઉભી રાખી ઉલ્ટી કરવા જતા અજાણ્યા વાહને તેને અડફેટમાં લેતા હોસ્પિટલમાં સારવાર પહેલા તેમનું મોત થયું હતું. જે અંગે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરાઇ છે.