ધ્રાંગધ્રા: શિશુકુંજ ઇન સ્કૂલ શાળાના ખેલાડીઓએ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સ રમતમાં પ્રથમ નંબર ગુજરાતમાં ડંકો વગાડ્યો
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 69મી અખિલ ભારતીય રમતની શાળાકીય રાજ્યકક્ષા સ્પર્ધા (અંડર-17) માં ધાંગધ્રા શિશુકુંજ શાળાના એથ્લેટિક્સ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને 37.03 મીટર હેમર થ્રો કરીને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શહેર અને જિલ્લામાં ગૌરવ વધાર્યું છે