મહેસાણાના ઉચ્ચારપી ગામની પસાર થતા પૂળા ભરેલા ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા તેના અંદર ભરેલા પૂળા બળીને થઈ ગયા હતા ઘટનાની જાણ ગામના યુવકોને થતા ટ્રક ગામના તળાવ પાસે મુકાવી હતી અને આગ બુઝવવા પ્રયાસ કર્યો હતો જોકે આગ બુઝાઈ ન હતી ત્યારબાદ યુવકોએ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટીમો ઘટના સ્થળે આવી પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.