પશ્ચિમ કચ્છ પોલીસની સફળતા: અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો પશ્ચિમ કચ્છની પદ્ધર પોલીસ સ્ટેશનની ટીમે સતર્ક કામગીરી કરી મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના ચિતરંગી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી સંતલાલ મોતીલાલ બહેગા (ઉં.વ. ૨૧) ને ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી વણશોધાયેલ આ ગુનાના આરોપીને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.