ગોધરા: પંચમહાલ જિલ્લામાં ભરઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળતા ગરમીમાં ઘટાડો નોંધાયો
પંચમહાલ જિલ્લોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ઘનઘોર વાદળો છવાતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે અને સૂર્યપ્રકાશ ઓછો રહ્યો છે. આ બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા વધતી જોવા મળે છે. ખાસ કરીને કમોસમી માવઠું પડે તો મહુડાના ફૂલ અને કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. હાલની પરિસ્થિતિ ખેડૂતો માટે અનિશ્ચિતતા ઉભી કરે છે અને તેઓ હવામાન પર નજર રાખી રહ્યા છે.