વડોદરા: પાકિસ્તાન સામે ભારતની જીત ઉત્સાહહીન,માંડવી ખાતે ઉજવણીનો માહોલ ફિક્કો રહ્યો
વડોદરા : ક્રિકેટ મેચમાં ભારતની પાકિસ્તાન સામે જીત થઈ હતી.પહેલગામ આતંકી હુમલા બાદ એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારત વર્સીસ પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો યોજાયો હતો.ત્યારે,વડોદરામાં ભારતની જીત ઉત્સાહહીન રહી હતી.ઐતિહાસિક માંડવી ખાતે ઉજવણીનો માહોલ ફિક્કો રહ્યો હતો.ભારતે જળ સંધિ કરાર રદ કર્યો તો મેચ કેમ નહીં તેવા પ્રજાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.વડોદરા વાસીઓએ ઉજવણી ન કરી મેચની જીતનું સમર્થન કર્યું હતું.