ભેસાણ: ભેસાણ તાલુકાના મેદપરા ગામે સગર્ભા મહિલાને અચાનક દુખાવો થતાં ૧૦૮ માં સફળ ડીલીવરી માતા-બાળકને નવજીવન!
જુનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના મેદપરા ગામે સગર્ભા મહિલાને અચાનક દુખાવો ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરવામાં આવ્યો હતો ત્યારે ઈએમટી અમરસિંહ ભાટી અને પાયલોટ રાહુલ પીપળીયા 108 એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક મેદપરા ગામે પહોંચ્યા એમ્બ્યુલન્સમાં જ સલામત ડિલિવરી કરી — માતા અને બાળક બંને સ્વસ્થ,જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશે ટીમને બિરદાવ્યું હતું