વડોદરા: દિવાળીના તહેવારોમાં સાવચેતી રાખવાની જરૂર, ફટાકડાના કારણે દાઝી જવાના કેસોમાં નોંધપાત્ર વધારો
વડોદરા : લોકો ફટાકડા ફોડી દિપાવલી પર્વની ઉજવણી કરી રહ્યા છે. તેવામાં ફટાકડાના કારણે દાજી ગયા હોવાના કેસ SSGના ચોપડે નોંધાયા હતા.માંજલપુરમાં 35 વર્ષીય શૈલેષ રામલાલ ગીરીને ફટાકડા ફોડતા બંને આંખ પર દાઝી ગયા,ખોડીયારનગર બ્રહ્માનગરમાં રહેતા 21 વર્ષીય દશરથ મારવાડી,ત્રીજા બનાવમાં સમા સંજય નગરના 16 વર્ષીય રોનક સોલંકીને હાથમાં ફટાકડો ફૂટ્યો,બાપોદ જાંબુડીયાપુરા ખાતેના 13 હિમાંશુ વસાવાને ફટાકડાના કારણે ચહેરા પર દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.