ગોંડલ યાર્ડમાં સિઝનની સૌથી વધુ મગફળીની આવક:85 હજાર ગુણી મગફળી આવી, 2 કિમી લાંબી વાહનોની કતાર; વરસાદની આગાહીથી આવક બંધ
Gondal City, Rajkot | Oct 6, 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌથી વધુ મગફળીની આવક નોંધાઈ છે. અંદાજે 80 થી 85 હજાર ગુણી મગફળીની આવક થવા પામી હતી, જેના કારણે યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે.