કોબ્રા સાપના ઝેર(વેનોમ)ની તસ્કરી કરતા સાત ની શહેર sog એ સરથાણા માંથી ધરપકડ કરી છે.મેરેજ બ્યુરોની ઓફિસમાં સોદો કરવા આવેલ વડોદરા સહિત સુરત ના કુલ 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જે લોકો પાસેથી પ્રતિબંધિત કોબ્રા સાપનું 6.5 ml ઝેર(વેનોમ)જપ્ત કર્યું હતું.જેની બજાર કિંમત 5.85 કરોડ રૂપિયા થાય છે.જેનો ઉપયોગ નશા માટે તો ઠીક પરંતુ દવા બનાવવા,હાર્ટ એટેક સહિત અન્ય ઉપચાર માટે પણ થાય છે.ઝડપાયેલા આરોપીઓમાં વકીલ,એમ્બ્રોડરી વેપારી સહિતના લોકો શામેલ છે.